કુદરત – સહુથી મોટો કલાકાર
કુદરત – સહુથી મોટો કલાકાર
દુનિયામાં 'કુદરત' સહુથી મોટો કલાકાર છે,
દરેકે દરેક કૃતિઓને કરે મસ્તીથી સાકાર છે.
હોય ઉષા, સંધ્યા કે પછી હોય મસ્ત મજાનું મેઘધનુષ,
આકાશ છે કેનવાસ અને કુદરત ચિત્રકાર છે.
એને ક્યાં જરૂર પડતી હોય છે કોઇ વાજિંત્રોની,
સાંભળો વરસાદની રીમઝીમ, કુદરત અલગારી ગીતકાર છે.
પાષાણ પહાળોના હૈયાને ચીરીને નીકળતા હોય છે નાજુક ઝરણા,
રૂમઝૂમ વાગતા ઝરણામાં હોય છે ઝાંઝરનો ઝંકાર અને કુદરત નૃત્યકાર છે.
દરેક વન ઉપવન છે કવિતા, ગઝલો અને શાયરીઓની ભરમાર
ઓ ભાઈ આ કુદરત છે, એને ક્યાં કોઈના 'દુબારા'ની દરકાર છે
