કોને ખબર !
કોને ખબર !


સૂરજ ઉગ્યો એમ
કે, દિલમાં થયો પ્રકાશ !
કોને, ખબર ?
પંખી ટહુકયું એમ
કે, થયું શુભ પ્રભાત !
કોને, ખબર ?
વસંત મહોરી એમ
કે, ખીલ્યું કોઈ ગુલાબ !
કોને, ખબર ?
ગુલમહોર રાતો થયો એમ
કે, ટશર ફુટી ગાલ
કોને, ખબર ?
થયું દિલ બેકાબૂ એમ
કે, સ્મરણ થયું કોઈનું ખાસ
કોને, ખબર ?
વરસી હેલી એમ
કે, થયો ઝરમર વરસાદ !
કોને, ખબર ?
કલમથી વહ્યાં શબ્દો !
કે, શબ્દોથી રેલાયા સ્મરણો !
કોને, ખબર ?