Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Mrugtrushna Tarang

Abstract

3  

Mrugtrushna Tarang

Abstract

કઈ ખોટ રહી ગઈ શિક્ષણમાં

કઈ ખોટ રહી ગઈ શિક્ષણમાં

1 min
388


ક્યાંક તો રહી ગઈ રે ખોટ શિક્ષણમાં..!

કાં તો શીખવામાં,

કે,

આર્યભટ્ટના વંશજ રહી ગયા પાછળ

એબેકસનાં મેથ્સની હોડમાં...!


ને, મેઘદૂત ભૂલી ઑથેલો ન ભણત

શાકુન્તલ છોડી રોમિયો જુલિયટ

ને વૅલેન્ટાઈનને ન ઝુકત હરોળમાં..!


વાગ્ભટ્ટજી ને સુશ્રુતનાં શબ્દકોશમાં

પ્રાકૃતિક રીતભાત છોડી સિ-સેક્શનની ગાથા ન રખડત છડેચોકમાં...!!


તેમ,

મૂકી શૂરવીરોની શૌર્યગાથા,

પરદેશીઓનાં તાજિયા કૈં

રચાય નૈં રણશિંગાની બોડમાં..!


કે,

રાણી લક્ષ્મીબાઈ, પ્રતાપ રાણા, મંગલ પાંડે, મરદ શિવાજી, સરદાર પટેલની સ્વાતંત્ર્યની લડત છોડીને ગુણગાન ગવાય નૈં

અકબર-ઔરંગઝેબનાં સોડમાં..!


ક્યાંક તો રહી ગઈ રે ખોટ શિક્ષણમાં..!

કાં તો શીખવામાં..!


નહીંતો,

બાળકો કદી ન થોથવાય વાંચન ને લેખન માતૃભાષામાં કરવામાં..!

તેમ,

ન અચકાત બોલચાલની ભાષામાં મધર ટંગ છોડી અંગ્રેજી તરફ આગેકૂચ કરવામાં..

કે, કંઈક તો ઝુંટવાયું રે વિદેશાગમન કરી

દેશ ભૂલાય નહીં જીતની તડજોડમાં..!


ક્યાંથી રે નાનું નાનું થૈ થયું મોટું સ્વાર્થ પાછળનું ગણિત જીવનમાં...!

કે, પૈસો થઈ ગયો વ્હાલો, ને સગપણ કેરો સંબંધ જોખમાય નહીં કરોડમાં..!


એકજુટની ભાવના શ્લોકમાં જ રૈ ગૈ

અકબંધ, કે, કુટુંબ પ્રણાલીને બદલે

છેડા થતાં ગયાં છૂટા કે, જન્મદાતા ઘરડાઘર જાય નહીં ઘોડાદોડમાં..!

 

રામ રાજ્ય ને સ્વરાજ્યની ખેવના સેવાતી હોય જ્યાં જે દેશમાં... કન્યા પૂજાતી હોય

દિનરૈન કેમની દુ:શાસન ને હત્થે ચઢી ગૈ, કે પૂજનારી નિર્ભયા લૂંટાય નહીં બરોળમાં..!


શક્ય જ નથી રે, મૂલ્ય જીવતરનું બની જાય

શૂન્ય, ધૈર્ય ખૂટતો જાય ને લોભ જાય વધતો કે, આત્મઘાતી પ્રયાસો થાય નૈં ચોટમાં..!


Rate this content
Log in

Similar gujarati poem from Abstract