STORYMIRROR

Indra's Poetry

Abstract Romance Inspirational

3  

Indra's Poetry

Abstract Romance Inspirational

ખબર છે ?

ખબર છે ?

1 min
266

દિવસો તો ખાલી કરે દેખાડો જ 

રાતો દરેક રડતી હોય છે, ખબર છે ?


ને સઘળાં અંધારાંઓને ઢાંકે છે 

આ સૂર્ય તો એક જાતનો પડદો છે, ખબર છે ?


સદા હસતું ને ખીલતું મારું હૈયું, દેખાય એવું નથી 

ભીતર ઘણા દર્દોથી પીડાય છે, ખબર છે ?


પ્રેમના સાગરની નથી કંઈ ખબર મને, અમે તો નદીયુંના નાવિક

સાંભળો, તમને કિનારાની કંઈ ખબર છે ?


ને મુસાફર છો તમે ચાલ્યા જશો, અધવચ્ચે ક્યારેક

પણ મુસાફર, પછી મારું શું થશે ? કંઈ ખબર છે ?


Rate this content
Log in

Similar gujarati poem from Abstract