ચાલશે મને
ચાલશે મને
રણ બની જઈશ હું એ ચાલશે મને,
આ મન વગર મારી પર વરસવાનું બંધ કર તું.
ના નથી, તને જવાની, તું જા,
બસ આ જબરજસ્તી મારી કને રોકાવાનું બંધ કર તું.
ને બહુ થયું હવે યાર, તું બોલી નાખ આજે,
મારા પ્રત્યેની નફરતોને મૌન રાખવાનું બંધ કર તું.
ને કોઈ મતલબ નથી હવે, કશું રહ્યું નથી,
તું જીવન જીવ તારું, ને મોજ કર,
આ મારી કબરે રોજ રોજ આમ આવાનું બંધ કર તું.

