STORYMIRROR

Indra's Poetry

Romance

4  

Indra's Poetry

Romance

ઠંડી રાતોમાં

ઠંડી રાતોમાં

1 min
161

ઠંડી આ રાતોમાં યાદોનું હું કવચ બની આવીશ જોજે

ને સુકાયેલી તારી આંખોના દરિયામાં હું પુર લાવીશ જોજે


લઈને આવીશ વાતોનું વાવાઝોડું તારી પાસે

ને તારા મૌનને હું ઝંઝોળી નાખીશ જોજે


પવન બની સ્પર્શ્યા કરીશ ઘડી ઘડી તારા તનને

મારો ચહેરો તારી નજરો સમક્ષ લાવીશ તું જોજે


અને તારા કદમો સાથે મારા પણ ડગ ભરાશે

થોડું પાછળ ફરી પગલાંના નિશાનો તું જોજે


પ્રણય મારો તારા ગયા પછી પણ રહેશે

મારી કબર પણ નામ તારું લેશે તું જોજે


Rate this content
Log in

Similar gujarati poem from Romance