STORYMIRROR

Indra's Poetry

Romance

3  

Indra's Poetry

Romance

ગઝલ અમે પુરી કરીશું

ગઝલ અમે પુરી કરીશું

1 min
201

તું ચિંતા ના કર, તારી ગઝલ અમે પુરી કરીશું,

તુ મને તારામાં થોડોક રહેવા દેજે,

અમે તો હૈયું આખું આજીવન તારા નામ કરીશું.


ને જોવાનો થાય કો'ક દિ ચહેરો અમારો,

તો નયનને થોડા બંધ કરજે,

હર ક્ષણ નજરોમાં તારી હાજર રહીશું.


ને એકલતાનો શિકાર કદી થવા નહીં દવ

તને મારી જેમ, પડછાયો બની હર પળ તારી સાથે રહીશું.


આંસુ આંખોના તું આપજે અહીંયા મને,

બદલામાં તને ખુશીઓનું એક નજરાણું ધરીશુ.


સ્યાહી ખુટી તો રક્ત ભરીશું,

તું ચિંતા ના કર, તારી ગઝલ અમે પુરી કરીશું.


Rate this content
Log in

Similar gujarati poem from Romance