STORYMIRROR

Indra's Poetry

Inspirational Others Children

3  

Indra's Poetry

Inspirational Others Children

બાળક બનવું છે

બાળક બનવું છે

1 min
317

એ શાળાએ જતાં જતાં મારે મન ભરીને રડવું છે.

પેલા મોટા સાહેબનાં હાથમાં સોટી જોઈને,

પાછા ઘર તરફ વળવું છે.

મારે પાછું બાળક બનવું છે.


નાની સરખી વાતોમાં,

બધા સાથે લડવું છે.

પેલી પથ્થરની પાટીમાં હજુ ઘણુંબધું, 

ચિતરવું છે.

મારે પાછું બાળક બનવું છે.


ખભા સાથે ખભો મિલાવીને,

એ ભાઈબંધો સાથે બે કદમ ચાલવું છે.

એ વાતોનાં ખજાનાનું તાળું,

મારે ફરી થી ખોલવું છે.

મારે પાછું બાળક બનવું છે.


વરસતા એ વરસાદમાં મારે,

મસ્ત થઈને નાચવું છે.

માટી ની સુગંધ થી તનમન,

તરબોળ કરી નાખવું છે.

મારે પાછું બાળક બનવું છે.


રડવું છે હસવું છે,

ને હજી તો ઘણુંબધું જીવવું છે.

મતલબી દુનિયા ને છોડી,

મારા એ બાળપણ ને મળવું છે.

મારે પાછું બાળક બનવું છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational