ગયાં વર્ષે ઘણું શીખવ્યું છે
ગયાં વર્ષે ઘણું શીખવ્યું છે
પેલા ગયાં વર્ષે મને ઘણું શીખવ્યું છે,
પછી ભલે ને એને ઘણું પજવ્યું છે,
સુખમાં સૌ સાથે હતું મારી,
પણ દુઃખમાં તો શરીર મારુ એકલું રખડ્યુ છે,
દોસ્તોની પણ દોસ્તી જોઈ લીધી,
બધાંય મિત્રોનાં હાથોમાં ખંજર નિકળ્યું છે,
ને જ્યાં ગયો ત્યાં ફક્ત નફરત મળી મને,
પ્રેમની ઝંખનામાં હૈયું ઘણું તડપ્યુ છે,
ને બસ અંધારા ઓ જ નસીબમાં મળ્યા,
અજવાળું તો જરાયે મારી પાસે ન ભટક્યું છે,
ને જેને જેને હું મારું સ્વજન સમજતો હતો,
એજ વ્યક્તિ મારું ખરું દુશ્મન નિકળ્યું છે,
જ્યાં ગયો ત્યાંથી નિકાળવામાં આવ્યો મને,
મારું ઘર તો મેં પહેલા જ ખોવ્યું છે,
ઈશ્વરને અલ્લાહને બધાયના દ્વારે ગયો,
બધે બસ આંખોથી આંસુ જ નિકળ્યું છે,
મારી દર્દ ભરેલી ચીસો નથી સંભળાઈ કોઈને,
ને કોઈનું મૌન ધારદાર નિવડયું છે,
જે થયું એ થયું ઠીક જ હતું કદાચ,
આ અનુભવો એ જીવન જોરદાર બનાવ્યું છે,
પેલા ગયાં વર્ષે મને ઘણું શીખવ્યું છે,
પછી ભલે ને એને ઘણું પજવ્યું છે.
