સંગાથી બનવા દે
સંગાથી બનવા દે
સહારો નહિ તારો,
પણ સંગાથી તો બનવા દે,
દિલમાં નથી જગા તો કંઈ નહીં,
મને દિમાગમાં રહેવા દે,
નહીં કહું તને વધારે કંઈ,
બસ બે શબ્દો છે,
ઘણા દિવસથી ચૂપ છું,
હવે થોડું મને પણ કહેવા દે,
પહાડ થઈને ઊભી છું,
સૂરજની સામે તું,
જરા ખસ ને થોડી,
મને અજવાળાને મળવા દે,
તું કર્યા કર નફરત,
તારી ઈચ્છા,
મારે ચાહવુ છે તને,
મને તો પ્રેમ કરવા દે,
અને ચિંતા ના કર તું કંઈ,
હાથ નહિ પકડું હું તારો,
પણ મન છે આજે,
થોડું આંગળીઓને અડવા દે,
અચાનક જ તું તો,
નિર્ણય લે છે બધા,
હું નાસમજ છું સમજને,
મને થોડું તો સમજવા દે,
ને આવતા જન્મે મળુ ન મળુ,
નક્કી નહીં કંઈ,
તારી સાથે જીવવું છે થોડું,
તો આજે થોડું જીવવા દે,
સહારો નહિ તારો,
પણ સંગાથી તો બનવા દે,
દિલમાં નથી જગા તો કંઈ નહીં,
મને દિમાગમાં રહેવા દે.

