પ્રણયની કહાની
પ્રણયની કહાની
પ્રણયની કહાની ક્યાં પૂરી થાય છે.
મહોબ્બત બધાની અધૂરી રહી જાય છે.
પ્રેમ તો વધતો રહે છે, સતત ને સતત,
બસ આ નસીબની વાતમાં જ, સૌ માત ખાઈ જાય છે.
લાગણી હૃદયની નથી ભૂંસાતી ક્યારેય દોસ્ત,
ભલે ને ચિતામાં ચિત્ત બધા સળગતા જાય છે.
અને કોણ કહે છે ? એ દૂર છે મારાથી,
એનાં થકી તો આ હૈયું મારું ધબકતું જાય છે.
સ્મારક નથી ચણાવ્યું કોઈ મેં એના પ્રેમનું,
ફક્ત એક વૃક્ષ રોપ્યું તું, જે એની જેમ જ,
આખું ઉપવન મહેકાવી જાય છે.
પાદર સુધી જાય છે એની જાન
ને જોત જોતા મારી પણ, કબર બની જાય છે.
પ્રણયની કહાની ક્યાં પૂરી થાય છે.
મહોબ્બત બધાની અધૂરી રહી જાય છે.

