ખાનગીમાં
ખાનગીમાં
એક એવી બાબત છે જે તમને કહું છું ખાનગીમાં,
મારી એવી આદત છે કે સૌને કહું છું ખાનગીમાં,
વધે છે કિંમત જ્યારે સૌને કહું છું ખાનગીમાં,
થાય છે કિંમત ત્યારે મારી પણ ખાનગીમાં !
કહું છું હું બધું ખાનગીમાં, સૂણું પણ ખાનગીમાં,
જે મીઠાશ ન આવે વાનગીમાં, એ આવે ખાનગીમાં !
એવું ન માનશો કે આનંદ જ છે ખાનગીમાં,
મોટું દુ:ખ છે પકડાઈ જઈએ જો ખાનગીમાં,
જીવશો જીવન જો આ રીતે માંદગીમાં
તો મરવું પડશે રાખી બધુ ખાનગીમાં !
