STORYMIRROR

Vrajlal Sapovadia

Abstract Children

4  

Vrajlal Sapovadia

Abstract Children

કાન કહેવતમાં

કાન કહેવતમાં

1 min
28

કરો આંખ આડા કાન ને પછી પસ્તાવ 

કાચા કાનનાં માણસનો છે આ પ્રસ્તાવ,


કાન હોય છે દીવાલને ભલે ને હોય બેરી 

પારકી મા જ કાન વિંધે બિચારી ડાબેરી,


સીદીભાઈને ડાબે કાને સીદકા વહાલા 

કાન છે કે કોડિયું? કાન પકડવા મ્હાલા,


કાન ભંભેરવા ને વળી કાનમાં રેડવું ઝેર 

કાનખજૂરાનો એકાદ પગ તૂટ્યે પડે ફેર ? 


ભાષા તેવી એની ખરી પડે કાનનાં કીડા 

કાનાફૂંસી કરવી પછી ઊભી કરવી પીડા.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract