STORYMIRROR

Aniruddhsinh Zala

Abstract Comedy Tragedy

4  

Aniruddhsinh Zala

Abstract Comedy Tragedy

જૂઠાનો જમાનો, સત્ય મારે ફાંફાં

જૂઠાનો જમાનો, સત્ય મારે ફાંફાં

1 min
356

જૂઠાનો જમાનો છે ને સત્ય મારે ફાંફાં

ચોર ચોરી નૈ મૌજ કરે, સાચા ખાય લાફા,


નેતાજી નવ બંગલા કરે, ગરીબને ઝુંપડીના ફાંફા

ગરીબી હટાવા ભાષણો ને ગરીબો વધતા જાતા,

જૂઠાનો જમાનો છે ને સત્ય મારે ફાંફાં..


સાધુ બંગલા, ગાડી વસાવે, ચેલી રાખે ચાર

મંત્ર તંત્રની બીક બતાવી, ભક્તોને લૂંટતા જાતા,

જૂઠાનો જમાનો છે ને સત્ય મારે ફાંફાં..


કળજુગ આવ્યો કારમો, નારીનાં નખરા ઝાઝાં

સાસુ સસરાને વૃદ્ધાશ્રમમાં મૂકી વહુ ફરવા જાતા,

 જૂઠાનો જમાનો છે ને સત્ય મારે ફાંફાં..


ભણતરનો ભાવ વધ્યો, સંસ્કાર ભૂલાતા જાતાં

માસ્તર બાળકને ટપલી મારે, તોય જેલમાં જાતાં,

જૂઠાનો જમાનો છે ને સત્ય મારે ફાંફાં..


ભગવાનનો ભાવ ઘટ્યો, ભૂવા, તાંત્રિક ઝાઝાં

મોક્ષનો મારગ છોડી, ધનનો મારગ શોધે ઝાઝાં,

જૂઠાનો જમાનો છે ને સત્ય મારે ફાંફાં..


"રાજ" જૂઠના વહેતા વહેણમાં તણાતા ઝાઝા

સજ્જનો સત્યના મારગે, પરેશાન થાય ઝાઝા

 જૂઠાનો જમાનો છે ને સત્ય મારે ફાંફાં.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract