જિંદગીનું ગણિત ગોટાળે ચડાવે
જિંદગીનું ગણિત ગોટાળે ચડાવે
જિંદગીનું ગણિત,
મને ગોટાળે ચડાવે,
એકડો આવડે નહિ ને,
એક હજારનું લેસન આપે,
જિંદગીનું ગણિત મને ગોટાળે ચડાવે,
સરવાળામાં કઈ સમજ પડે નહિ,
બાદબાકીમાં બધું ચાલ્યું જાય,
હું તો હતી ત્યાને ત્યાંજ પાછી ફરું,
આ જિંદગીનું ગણિત મને ગોટાળે ચડાવે,
ભાગાકારમાં કેટલીય ભૂલો થાય,
ગુણાકારની કશી ગતાગમ નથી,
નફો ગુમાવી હું બનું નાદાર,
આવી રીતે કેમ બનું હું માલદાર ?
જિંદગીનું ગણિત મને ગોટાળે ચડાવે,
ચડતા ક્રમની કોઈ ગતાગમ નથી,
ઉતરતા ક્રમની કોઈ આવડત નથી,
પ્રમેયનાં પગથિયેથી રોજ હું પટકાઈ,
જીવનનાં સમીકરણની આંટીઘૂંટીમાં હું તો ગઈ ગૂંચવાઈ,
ભૂલભૂલામણી જેવું આ જિંદગીનું સમીકરણ,
એક પગથિયું ખોટું ને પૂરો જવાબ ગલત,
જિંદગીનું ગણિત મને ગોટાળે ચડાવે,
રોજ ધોધમાર આંસુઓથી રડાવે,
એકડો આવડે નહિ ને એક હજારનું લેસન આપે.
