ઝંખના જ્યારે
ઝંખના જ્યારે
મળે નૈ ઘૂંટ પણ પાણી વધે છે ઝંખના જ્યારે.
હથેળી હોય છે કાણી વધે છે ઝંખના જ્યારે !
શિકાયત હોય શું તારા દીધેલા આ જગત પાસે.
ફરે છે તું ય આ ઘાણી વધે છે ઝંખના જ્યારે.
રહ્યો છે ઝંખના માટે અનુભવ આ જગતભરનો.
બને છે આંખ સરવાણી વધે છે ઝંખના જ્યારે.
તમારા શ્હેરની અંદર તમારા બોલને પડઘે.
બળે છે એક બંધાણી વધે છે ઝંખના જ્યારે.
પછેડી એક છે ને છે હજારો રાત મારગમાં.
ઓઢે છે 'દર્દ'એ તાણી વધે છે ઝંખના જ્યારે.
