જાય છે
જાય છે
આંસુ છે સુખ દુ:ખમાં કાયમ વરસી જાય છે,
પાંપણોનાં તોરણે શણગાર સરજી જાય છે !
નફો કે ખોટ રમત છે લાગણીની જીવનમાં
દિલ એમાં આખરે બાજી હારી જાય છે !
ચોરે અને ચૌટે બોલબાલા છે આડંબરની
સત્ય કે સચ્ચાઈ ક્યાંક ઝાંખી કરી જાય છે !
ઈર્ષા વેરઝેર 'ચાહત' પ્રેમ કે નફરત
સ્વભાવ માણસનો કાયમ સવાલ કરી જાય છે !
