STORYMIRROR

Aniruddhsinh Zala

Comedy Romance

4  

Aniruddhsinh Zala

Comedy Romance

જાદુ મધુરો હૈયાનાં હેતનો

જાદુ મધુરો હૈયાનાં હેતનો

1 min
253

જાદુ એવો છલક્યો, કે મુખડું જોઈને હું મલક્યો,

જાણે સાગર ઘૂઘવે સમીપે, તોય રહ્યો હું તરસ્યો,

હેત વરસતું મિલન મધુરું કેવું લાગે સોહામણું,

ખીલી વસંત પગલે એના, સૂધબૂધ ગુમાવી હૈયે હું હરખ્યો,

જાણે સાગર ઘૂઘવે સમીપે, તોય રહ્યો હું તરસ્યો,

લહેરાયા રેશમી વાળ હવાથી મસ્ત બનેલા મોસમમાં,

પ્રેમનો વરસાદ આવતો ભાળી, મન મયુર મધુરો ટહુક્યો,

જાણે સાગર ઘૂઘવે સમીપે, તોય રહ્યો હું તરસ્યો,

હિલોળા જોબન તણાં મદહોશ કરે કેવું તન, મન,

ભ્રમર બની ભટકતો આસપાસ જાણે હું એ પુષ્પનાં રસનો તરસ્યો,

જાણે સાગર ઘૂઘવે સમીપે, તોય રહ્યો હું તરસ્યો,

વહેતી આ નદીઓ ગાંડીતૂર બની હાલી સાગર ભણી, 

વ્હાલી મારી પ્રેમ સરિતા બની અને હું સાગર જેમ રહ્યો ઘૂઘવતો,

જાણે સાગર ઘૂઘવે સમીપે, તોય રહ્યો હું તરસ્યો,

તૂટ્યો ધીરજનો બંધ બધી સરહદો ગઈ ભૂલાઈ, 

' રાજ ' હૃદયે દોડીને ચીપકી એ ગરોળી બની, હું ભીંત બનીને હરખ્યો,

જાણે સાગર ઘૂઘવે સમીપે, તોય રહ્યો હું તરસ્યો,

જાદુ એવો છલક્યો, કે મુખડું જોઈને હું મલક્યો જાદુ મધુરો હૈયાનાં હેતનો.

Rate this content
Log in

Similar gujarati poem from Comedy