STORYMIRROR

Hemisha Shah

Abstract Romance

3  

Hemisha Shah

Abstract Romance

ઇનર સેલ્ફ

ઇનર સેલ્ફ

1 min
163

ઢળતા સૂરજના સાથમાં રંગાઈ જઈશ 

પછી ગાલની લાલી બની પ્રસરાઈ જઈશ,


મિત્રતા ભર્યો હાથ તો લંબાવ..દોસ્ત 

પછી જો કેવા ગાઢસંબંધે બંધાઈ જઈશ,


લાગુ હું અજવાળી ચાંદ સમી ..પછી 

શરમાઈને વાદળમાં ઢંકાઈ જઈશ,


મળે જો કોઈ સંબંધે વ્હાલ વરસાવતું 

શ્વાસે શ્વાસે નામ ભરી પીઘળાઈ જઈશ,


નજરમાં નજર નાંખી વાત શું કરું ?

તારી નજર પડે ને હું શરમાઈ જઈશ !


Rate this content
Log in

Similar gujarati poem from Abstract