હયાતી
હયાતી


બેપરવા કે લાપરવાહી છોડી જોજો જરા,
હયાતીની કિંમત અમુલ્ય છે જોજો જરા,
હયાતીમાં હયાત નો ખ્યાલ જ નથી,
જંજાવાત તો વગર હયાતીનો જ છે.
વચનને મીઠાવેણ અને ન બોલાયેલા શબ્દો,
પછી ખાલીપણ, ને યાદો જ હોવાની સાથે,
કાશ હયાતીમાં જાણ્યું, માન્યું હોત તો,
આંસુ નહી પણ હાશકારો તો હોતને,
જાન જાય તે પહેલા હયાતીની હાજરી,
બેજાનમાં તો અફસોસ ખાલી માનજો.
સમયની સાથે હયાતીનો આનંદ માણજો,
ગયા પછી તો બસ યાદોમાં જ જાણજો,
રાવ બધી છોડી સ્નેહને હયાતીમાં માનજો,
રાખમાં ખાખ થયા પછી મનમાં રંજ લાગશે.