હું અને સમુદ્ર
હું અને સમુદ્ર
ચાલ્યો આ દુનિયાથી દૂર એકાંતમાં
સમુદ્ર કિનારે એકલો....
એક એક પગલે પાછળ યાદો છોડતો ગયો.
સન્નાટો હતો ભીડનો કિનારે
બસ ..હવામાં ગરમાટો હતો.
સમજતો હતો કોઈ નહિ મળે ત્યાં પણ
અહીં તો સાગરનો ઘૂઘવતો અવાજ મળ્યો.
બેઠો પથ્થરના સાનિધ્યમાં
ત્યાં પગને પલાળતો લહેરોનો સહારો મળ્યો..
એક આવતી ને એક જતી લહેરો
જાણે...કહેતી હોય
"ખુબ દૂરથી આવી છું ફક્ત તને મળવા".
સૂરજ આ કિરણો મારા પર પડતા ને કહેતા "થોડું ઉદાસ મન ને પણ ઉજવાળી લે તું..
તારી સાથે જ છું "
વર્ષો થી અડગ રહેલા આ ખડકને અફળાતા મોજાઓનો અવાજ જાણે કે મધુર સંગીત...
હું ક્યાં એકલો હતો ?
