STORYMIRROR

Shaurya Parmar

Abstract

2  

Shaurya Parmar

Abstract

હિર અને વીર

હિર અને વીર

1 min
14.1K


ખોદી નાખી હૃદયની જમીન અને ઉતર્યો ઊંડો,
જોવ તો ચારેકોર એક અંધકાર ને વાયરો ઠંડો,

જોવ તો ખરો ઉપર ઉગ્યા છે જે ફૂલ તેના મૂળ,
પણ જોયું તો કાંટા જ કાંટા અને ઉડે કોરી ધૂળ,

વધારે ખોદી આગળ જવાની ઈચ્છા જાગી મને,
બસ ચાલુ રાખ્યું ખોદવાનું,હવે જાવું એની કને,

ચાલતા જોયું કે એક ઘનઘોર બિહામણી ધરા,
કંઈક મસાણ જેવું લાગે,હું ચાલતો નજીક જરા,

મન જાણવા આતુર બન્યું હજુયે શું હશે અંદર,
ખોદી એ ધરાકર્યો ઘાત્યાંતો રક્તનો સમંદર,

જેવા તેવા લાકડા કરી ભેળા બનાવ્યો તરાપો,
ગયો સમંદરને પેલે પારત્યાંતો આપો આપો,

ઉતાર્યો હું કાંઠે,ક્યાંક ચીસો સંભળાય અજાણી,
કોઈના હાટુ કરે દોડાદોડ,વાત ના સમજાણી,

નજર નાખી બરાબર જોયું,ત્યાંતો કોઈ ભડવીર,
બુમો પાડેદોડેઘેલો અને ગાંડો હિર..હિર..હિર..,

આકાશેથી નીચે આવતું કોઈ જણાયું આંખોને,
કેવી તે છટા! ઓલી આવેલી હિરની પાંખોને,

વીર ભાગે હિર કોર અને હિર ભાગે વીર કોર,
હું મટકું માર્યા વગર જોયા કરુંલાગણીનું જોર,

આંખો અંજાય એવો પ્રકાશ ફેલાયો,ઉડ્યા પર્ણ,
બાથમાં ભીડી બાથપર્ણો પણ જાણે થયા સુવર્ણ,

એક જીર્ણ અવસ્થામાં કોઈ ભાભા આવ્યા પાસે,
બોલ્યા,વર્ષો જૂની કથા છેભવેભવ આમજ થાશે,

મારાથી પુછાય ગયું કે,દાદા કહોજો શું..શું..થાશે?
અંતે બોલ્યા એવીર હિર ને હિર વીરમાં સમાશે....


Rate this content
Log in

Similar gujarati poem from Abstract