હેલી
હેલી
જાગી છે હેલી મારા હૈયામાં ઉમળકાઓની
ખુશીઓ મળી જાણે મને આજે રે લોલ,
થઈ ગઈ હું હસતી રમતી ઉદાસીનતામાંથી
આજે લાગે છે ભાર થોડો હળવો રે લોલ,
દિલથી આજે હું જાણે જીત મનાવું છું,
લોટરી આજે મારી લાગી રે લોલ,
ખુશખબર જ મને એવી મળી છે
થયું છે સગપણ મારું આજે રે લોલ,
રહીશ હું મારા ઘરે સમજી સંપીને
પ્રેમની કહાની મારી લખીશ રે લોલ,
જાગી છે હેલી મારા હૈયામાં ઉમળકાઓની
ખુશીઓ મળી જાણે મને આજે રે લોલ.
