હાસ્ય દરબાર
હાસ્ય દરબાર
મારા દેશની સ્ત્રીઓ, મારા દેશની સ્ત્રીઓ,
ફેશન કરે, કરે વાતો મોટી, મારા દેશની સ્ત્રીઓ.
મારા દેશની સ્ત્રીઓ, મારા દેશની સ્ત્રીઓ
નોકરી કરે, કરે ઘરકામ...મારા દેશની સ્ત્રીઓ.
મારા દેશની સ્ત્રીઓ, મારા દેશની સ્ત્રીઓ
બાળઉછેર કરે, કરે વડીલોની સેવા, મારા દેશની સ્ત્રીઓ...
મારા દેશના પુરુષો મારા દેશના પુરુષો
કમાઈ જાણે, જાણે ઉપકાર મોટો, મારા દેશના પુરુષો..
મારા દેશના પુરુષો, મારા દેશના પુરુષો
જીદ અહંકાર મોટો જાણે, જાણે જડે ન મારો જોટો.
p>
મારા દેશના પુરુષો.
મારા દેશના પુરુષો મારા દેશના પુરુષો
હોય નમ્ર વિનયી વિવેકી સ્વભાવ, સ્વભાવ જોવા મળે ઓછો
મારા દેશના પુરુષો
મારા દેશના બાળકો, મારા દેશના બાળકો
ભોળા નિખાલસ મમતાની મુરત, મુરત મારા લડુગોપાલની.
મારા દેશના બાળકો
મારા દેશના બાળકો, મારા દેશના બાળકો
મોટા થતા રહે પ્રમાણિક, પ્રમાણિક મારા દેશને
મારા દેશના બાળકો.
મારા દેશના બાળકો, મારા દેશના બાળકો
બાળકોની વાત ન પુછો, પુછો નવી ટેકનોલોજી
મારા દેશના બાળકો.