ગણિત
ગણિત
ઘણા ને ભણવું ગમે
ઘણાનું મગજ બગડે,
ભાગાકાર ગુણાકાર
ઘણાનો જવાબ બગડે,
ક્યારેક સાઈન થીટા
ક્યારે કોસ થીટા,
કોઈને દુખાવો ઉપડે
ગણિતની જબરી ભેજામારી,
કોઈ ધારે..કોઈ ધરાવે
ઉલટ પુલટ પાનું બગડે,
કોઈને પ્રમેય વ્હાલો
કોઈને ત્રિકોણનો ખૂણો વાગે,
કોઈની રેખા કોઈનો પરિઘ
કોઈની ત્રિજ્યા વીફરે,
ગણિતનું આવું કામ
કોઈને ભાવે
કોઈનું ભમે
તમારું કેવું?
