STORYMIRROR

Nisha Shah

Children Comedy

2  

Nisha Shah

Children Comedy

એકવીસમી સદીનો વાયરો

એકવીસમી સદીનો વાયરો

1 min
13.6K


ચકલી ચાલી પાર્લરમાં મેકઅપનો બહુ શોખ

ચકલો એને પાછી વાળે ખોટા આ મોજશોખ

મરઘી ચાલી જીમમાં કૂકડો કહે તું પાછી વળ

તને ગમે જીરો ફીગર મને ગમે તું ગોળમટોળ

બીલાડાને મસ્તી સૂઝે લાઈન મારે દૂરદૂર

બીલ્લી જાય યોગા શીખવા કે થાય ટેન્શન દૂર

સનાયાની ગલુડીને લાગ્યો ફેશનનો ચસ્કો

મુસ્કાનનાં ગલુડિયાને ગમે એનો રેમ્પ પર લટકો

બતકને જાવું ડાન્સીંગમાં ને બતકીને ગમે કુકીંગ

સસલાને ગમે બોક્સીંગ ને સસલીને ગમે સિંગીંગ

મોરને ડીસ્કોનો ચટકો ઢેલને ગમે છે ગરબો

વાંદરો જાય મલ્ટીપ્લેક્સ ને વાંદરી જાય છે મોલ

કોના કોના નામ ગણાવું હવે

સૌને લાગ્યો એકવીસમી સદીનો વાયરો


Rate this content
Log in

Similar gujarati poem from Children