એક પળ
એક પળ
પળ પળ છે કિંમતી
પળ ના ખોઈશ જરા,
પળના ઈશારા ભારે
પળના હિસાબ ન્યારા,
પળ પળ એ નજીક હશે
પળ પળ ચાહત ખેવના,
પળ પળ હશે યાદમાં,
પળ પળ આવે છે,
પળ પળ જાય છે,
પળ સજાવ પળમાં,
પળ જીવી લે એની પળમાં,
પળ એ પલ્સ ધબકારા,
પળ પળ જીવન જીવંત,
પળ જીવંત તું કલાવંત,
પળના પલકારા લાગે પ્યારા.
