STORYMIRROR

Mrugtrushna Tarang

Abstract Inspirational

4  

Mrugtrushna Tarang

Abstract Inspirational

એક અરજ મારી

એક અરજ મારી

1 min
161

વ્હાલું લાગે છે બહુ મને મારું એકાંત 

હોય છે કેમકે ત્યાં બસ મારું જ મહત્ત્વ,


શોધ્યે રાખ્યું જગભરમાં ભટકીને મહત્ત્વ 

એકલતા પણ વ્હોરી વધારવા તારું મહત્ત્વ,


છું પહેલેથી કાચની જેમ જ આરપાર

છતાં સમજે કે છું હું સમજણની બહાર,


ઓળખવાને કર્યો ન કોઈએ પ્રયાસ કદીયે

ને સહુ કહે એ નિકટ છે ને છે મમ જાણકાર,


અવતાર આ ઈશ્વરે આપ્યો છે માનવ તણો,

ઉપકાર જ માનવો રહ્યો એમનો ઘણો ઘણો,


જીરવી ન શક્યો એ ઈશ્વર હું પામર જીવ,

નશ્વર દેહને ચાહ્યો, ખરડ્યો, તરછોડ્યો શિવ,


અંગ એક એક હવે જ્યાં છોડી રહ્યું સાથ,

યાદ આવ્યાં પ્રભુ તમે, ક્ષણે ક્ષણ હે નાથ,


નથી જીરવી શકતું ઉદર કશુંયે, ન ચવાતું દાંતોથી,

હાથ પગ દુઃખી રહ્યાં, કાન - દાંત પીડાતા દર્દથી,


ચોપ્પને જ આવી બેઠું ઘડપણ માથે, ક્યાં જવું હવે !

ગગડી ગયાં ટાંટિયાં ય, ચરણ ન દેતા સાથ મુવે,


વાત કફ ને પિત્ત ત્રણેવ બેઠાં ચોકડી માંડી દેહે,

તરસ્યો આજીવન, ન મળ્યો ભીખમાં સ્નેહે,


લાગતું ઘણીવાર બસ બહુ થયું હવે તો છોડ વહેલા,

ને યાદ આવી જતો ઉપદેશ - 'ન મરતો કદીયે મરણ પહેલાં,


ચાહતું મન હરદમ, આવે કામ થોડુંક પણ આ દેહ કોઈને તો,

માંયકાંગલો દેહ ટકતો જ નથી જ્યાં, કોને આવશે મદદે કહો !


પ્રભુ ! ભોગવું કર્મોનું જ ફળ મમ કરેલાં જે તે મેં ભૂતકાળે જ સ્તો,

કેમ કરી કાપવા એ પોટલાં પાપનાં, દેખાડ મારગ, શરણે હું તારે જીવતો !


બનું આધાર કોઈનો પ્રભુ, સુણી લે આટલી અરજ મારી,

રહી સહી જિંદગી કરું તને અર્પણ, સ્વીકાર ગરજ મારી.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract