એક આદમી
એક આદમી
વિધિના વિધાને બેઠો એક આદમી,
પછી પડી જાય હેઠો એક આદમી,
એમના માટે તો નહોતી કોઈ બારી,
તોયે ક્યાંથી આવી પેઠો એક આદમી,
ચાલે નીતિ પ્રમાણે કુદરતચક્ર,
રાખતો કદી ન નેઠો એક આદમી,
ચખાય જાય જુલમી દુનિયામાં તો,
પાપથી થૈ જાય એઠો એક આદમી,
રોકવા છતાંયે ‘સાગર’ ન રોકાયો,
પનારે પડેલો વેઠો એક આદમી.
