Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bhavna Bhatt

Comedy

3  

Bhavna Bhatt

Comedy

એ ચૂપ થા

એ ચૂપ થા

1 min
221


એ ચૂપ થા મન રે,

તું ચૂપચાપ રહે તો સુખ છે,


તું સત્ય નાં બોલ રે,

ચૂપ રહે તારાં સત્યથી નુકસાન છે,


એ ચૂપ રે ચીબાવલી રે,

આટલું ચક ચક કેમ કરે છે,


ચૂપ રહીને રહેવું અહીં રે,

નહીંતર ખુલ્લેઆમ બદનામી છે,


એ ચૂપ રે સતની પૂંછડી રે,

અહીં પોલંપોલ ચાલે છે,


એક તારાથી કશું નહીં વળે રે,

આ તો અજગરનો ભરડો છે,


એ ચૂપ રહે મારી બોન રે,

સચ્ચાઈનો રણકો બોદો બને છે,


એ ચૂપ, ચૂપ થા રે,

આતો જૂઠું જગત છે,


ભાવના ચૂપચાપ વહે રે,

લાગણીઓ પણ ગભરાઈ છે,


આ જોઈ ઈશ્વર ચૂપ રહે રે,

માનવ બનાવી પસ્તાવો થયો છે.


Rate this content
Log in

Similar gujarati poem from Comedy