Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jaya. jani. Talaja."jiya"

Abstract

2  

Jaya. jani. Talaja."jiya"

Abstract

દરિયાકિનારે

દરિયાકિનારે

2 mins
47


ઢળતી ઉંમરે,  

વિસામાની સાંજે,  

તું આવીશ ને, દરિયાકિનારે ? 

ત્યાં બેસીને દર્દની વાતો કરશું,

તું અને હું,


ત્યાં ન કોઈ પરિવારનું બંધન હશે,

ન કોઈ સમાજનાં નિયમ હશે,

તું અને હું, ને ખુલ્લું આકાશ હશે,

શક્ય નથી, ખુલ્લેખુલ્લુંં કહેવું,

છે, વાતો સંસારની,

સહીને સંસારમાં રહેવું,

પળોઝણ સંસારની,

ને કકળાટ સંસારનો,

સહેવો રૂવાબ વહુનો,

થયો કાયમનો ખેલ આ ઘરનો,

તું આવીશ ને, જ્યાંં હશ હું.?

મુક્ત મનથી વાતો કરશું,

તું અને હું,


આ જિંદગીનાં મઝધારે,

હા, દરિયાકિનારે,

દર્દની વાતો કરશું,

પતિનું આધિપત્ય, એનો રૂઆબ,

એનું માલિકીનીપણું,

મને એ રીતે ઝંઝોડી નાખે,

જાણે, હું એની કઠપૂતળી,

બસ, કોઈ એક તો મને સાંભળે,

જેને હું, સ્ત્રીની દાસ્તાન કહી શકું,

બસ, એક દિવસ, હા ! એક દિવસ,

હું મુક્ત મને વહી શકું,

કરી ભેગી પાઈ, પાઈ પુત્રને આપી,

જિંદગીની પલ,પલ પતિને આપી,

ઘેરી વળી મને વૃધ્ધાવસ્થા,

મૂકી મને એકલી દર્દમાં,

સૌ ગયા ખસતાં,

મને વિશ્વાસ તારા પર એટલો,

હોય પ્રભુ પર જેટલો,

તું આવીશ ને દરિયાકિનારે, ? 

જિંદગીનાં મઝધારે,

આવી કોઈ ઉગારે,

સંસારનાં દરિયાકિનારે,

આવે દુખિયારી સ્ત્રી ને વારે,

વારેવારે મારુ દિલ તને પુકારે,

તું આવીશ ને જ્યાંં હશ હું, ?

 તું આવીશ ને દરિયા કિનારે,?

સત્તા એની, સામ્રાજ્ય એનું,

થઈ ગયો, સમય પણ એનો,

વૃધ્ધા પાસે ફક્ત રહ્યો ભૂતકાળ એનો.

સાનિધ્ય, સહવાસ ને સંપ માટે,

સતત ઝંખતી હતી એક વૃધ્ધા,  

સંભળાવવા પોતાની કથની,

તને પુકારે ! હા,તનેે પુકારે !!

તું આવીશ ને, દરિયાકિનારે, ? 

તું આવીશ ને જ્યાં હશ હું ? 


ઢળતી ઉંમરે, મળવું દરિયાકિનારે,

હલેસાં ખાતી જિંદગી મઝધારે,

સ્વાર્થી સંસારમાં કોણ ઉગારે ? 

અનંતમાં ભળી જાઉં એ પહેલાં,  

 તું આવીશ ને ?, , , , , , ,  

 તું આવીશ ને જ્યાં હશ હું,

 તું આવીશ ને દરિયાકિનારે.

હા ! રાહ જોઇશ હું,

તું આવીશ ને દરિયાકિનારે  ? 

ન પ્રારંભ, કે ન અંતમાં,

લાગ્યુ આકરું જીવન,

જિંદગીનાં મઝધારે,

જાય બાળપણ, બાળ સહારે,

પકડે જુવાની હાથ સોળ શણગારે,  

વય પહોંચે, જિંદગીનાં મઝધારે,

હવે સંસાર દરિયો, તરવો કોના સહારે,

ઢળતી ઉંમરે, અસ્ત થતી સાંજે,

તું આવીશ ને દરિયાકિનારે ? 

રાહ જોઈશ હું, અંતિમ શ્વાસે,  

તું આવીશ એવા વિશ્વાસે,

તું આવીશ ને દરિયાકિનારે ? 


Rate this content
Log in

Similar gujarati poem from Abstract