STORYMIRROR

Tirth Soni "Bandgi"

Abstract Inspirational

4  

Tirth Soni "Bandgi"

Abstract Inspirational

દલડાંના દુહા

દલડાંના દુહા

1 min
1.5K

અન્ન ધન ને પરસાદ, જે દિ' પગ તળે કચડાય

અવળા ગણિત મંડાય તારે દિ' દેખવા પડે આકરા,


ગૌ, ગુરુ ને ગરીબનું જે દિ' અપમાન થાય

મનુષ ભવ એળે જાય તારે દિ' દેખવા પડે આકરા,


માં બાપનો આતમો, બેટડા જે દિ' દુભાય,

આંખે આંસુડાં ઉભરાય, તો તારે દિ' દેખવા પડે આકરા,


પંડની જનેતાને પાલનહારનો, જે ઘર તિરસ્કાર થાય

ભલે નિત ગૂગળ હોમાય, પણ તારે દિ' દેખવા પડે આકરા,


નારીના વેણ કવેણ સૂણી, વાતો ઉર ન સંઘરાય,

ભાયગ પાછું વળી જાય, તારે દિ' દેખવા પડે આકરા,


જે ઘર પિયરની કોયલડી, રોજ આવી ડોકાય,

ભીંતોમાં તિરાડ દેખાય, તો તારે દિ' દેખવા પડે આકરા,


સગા- વ્હાલાં તેડાવ્યા પછી, મુખ જરા ન મલકાય

ને અન્ન પાણી ન પૂછાય, તો તારે દિ' દેખવા પડે આકરા,


જે ભેરુ ભેળાં ભમીએ એના દખની હોય જો ભાળ

એ ભાંગવા વિચારય ન થાય, તો તારે દિ' દેખવા પડે આકરા,


નાને મોં એ મોટી વાતો, લખી જે ઉરથી ઉભરાય

કર જોડી વિનવે બંદગી ચેતજો, નહીં તો દિ' દેખવા પડે આકરા.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract