દક્ષિણ ધ્રુવ
દક્ષિણ ધ્રુવ
ઉત્તર ને દક્ષિણ ધ્રુવ બન્યાં બેઉ જોડિયા ભાઈ
પ્રકૃતિ બેઉની અલગ ભલેને વસુધા રહી માઈ,
ઉત્તરે મધ્યમાં દરિયો ફરતે છે જમીન વેરાન
દક્ષિણે કેન્દ્રમાં છે જમીન એટલે ઠંડીથી હેરાન,
દક્ષિણ સૌથી ઠંડો, સૂકો તીવ્ર પવનોનો પ્રદેશ
ઉત્તર ઠંડો ને સપાટ દક્ષિણ ધ્રુવ ડુંગરાનો દેશ,
ઉત્તરે શિયાળો તો દક્ષિણે ઉનાળો લાંબો લચ
થાય કાલ અમારે છ મહિને છે લાંબી લાલચ,
ઉનાળો ઉત્તરે તો દક્ષિણે શિયાળો વરસ અડધું
પહેરી કાળા ડગલાં બેઠું'તુ પૅંગ્વિન ધોળું લડધું,
તમામ રેખાંશ ધ્રુવ જોડતા અર્ધવર્તુળાકાર ખંડ
અગાથ જલ હિમ સ્વરૂપે તળાવ નીચલે પાખંડ,
ઉત્તર ને દક્ષિણ ધ્રુવ બન્યાં બેઉ જોડિયા ભાઈ
અમારે આંગણે ટૂંકું તૃણ બેકાર બધાં છે નાઈ.