દિલોની ચોરી
દિલોની ચોરી
દિલ તો બધાના ચોરાતા હોય,
ભલે ને વજનમાં ભારી તોય,
ચોરોને પણ ખબર ન પડે,
કેટલી કિંમત દિલ ની જડે.
રેઢું મુકવાથી થાય છે ચોરી,
ચોકીદારની એમાં ભાગીદારી,
નહીં તો એ કાંઈ થાય જ નહીં,
નિગાહે કહી ને નિશાના કહીં.
ચોરેલા દિલોને રાખવા ક્યાં ?
બની જાય એક મોટી સમસ્યા,
પરવડતા ગોડાઉન નથી,
ખુલ્લા રાખવા માટે મેદાન નથી.

