દિલ મહીં તારા સ્મરણનાં ભારથી
દિલ મહીં તારા સ્મરણનાં ભારથી
દિલ મહીં તારા સ્મરણનાં ભારથી,
જીવતી લાગું ફક્ત હું બ્હારથી.
કે, દિલાસાની જરૂર પડતી નથી,
હું ગઝલ લખતી થઈ છું જ્યારથી.
ઓ ખુદા દુખ દે તો પારાવાર દે,
કઈ ફરક પડતો નથી બે-ચારથી.
હું દુ:ખો ને પણ ગણું છું અવસરો,
તે રડ્યા'તા મારી સાથે જ્યારથી.
કંટકોમાં જે રહે તે જીવન ખરું,
માત્ર લાશ જ શોભે છે શણગારથી.
હોઠ આ 'અનંત'ના મલકી ઉઠ્યા,
ભૂલ થઈ લાગે છે તારણહારથી.

