દીવાના છે શબ્દો અહીં
દીવાના છે શબ્દો અહીં
હૈયે ટાઢક પોઢી છાયા, રોજ આપે એક ગઝલ બેઠકમાં
મિત્રોના નામ નહીં ગઝલ શબ્દો આશ્વાસન બેઠકમાં,
નખરાળી ને મીઠી મીઠી વાતો ને ટાંકવી બેઠકમાં
નંબર-વન જુગલબંધી ને રૂમઝૂમ ચાલ બેઠકમાં,
પ્રીતમ હોય છે, ક્યાંક ટહુકી ને વણી ગઝલમાં
દિલના દ્વાર ખોલી નાંખે એક ગઝલ એક બેઠકમાં,
પાલવડેથી છૂટ્ટા થયા છે મોતીડાં ભેગા બેઠકમાં
પર્વ સંગ આવી અવસર બનવા આવો ને બેઠકમાં,
જાય પ્રજવલ્લી શમ્માની અહીં એક ગઝલ બેઠકમાં
દર્દીલા ગીતો મહીં પુષ્પો વેર્યા મેહફિલે બેઠકમાં,
શબ્દોની સરિતા વહેતી ગઝલ નાજુક બેઠકમાં
થન ગન નાચે રૂપ-સુંદરી વાતો અહીં બેઠકમાં
મળે છે દિલથી દિલ અહીં શબ્દો સાથે બેઠકમાં
પૂરવાને બેઠકમાં પ્રાણ આવી એક ગઝલ બેઠકમાં.
