દીકરી વિદાય
દીકરી વિદાય
ગળામાં ડૂમો, આંખોમાં પાણી,
થીજી ગઈ હું વિદાય નિહાળી,
મંડપમાં પ્રકાશ આજે ઝગમગે,
દિલમાં આજે સૂનકાર ભાસે,
મંદ મંદ વહેતા શરણાઈના સૂર,
ઢબુકતા ઢોલ પડઘમ ભાસે,
મીઠો હતો મંત્રોચ્ચારનો રવ,
મીઠા ડૂસકાંનાં સિસકારા વાગે,
હસતી આંખોનાં ઉલાળાનાં ચાળા,
પલકોની નીચે અશ્રુઓની માળા,
વ્હાલમના ઘરે પ્રીત પ્યારી,
માવતર કેરી મમતા ન્યારી,
હરખ દિલમાં પિયુ મિલનનો,
દુઃખ દિલમાં વિયોગ માવતરનો,
ઘર શણગારશે કંકુ પગલાં પાડી,
યાદ અપાવશે છાપ કંકુ થાપાની,
ઉડાન ભરી છે, આજ વિદાયની,
વિરહના આંસુની, કહાની લખાણી,
સુખ પામો અતિ, સાજન સંગ ઝૂલો,
તારા વિના સૂનો, ઘરનો આ ઝૂલો.
