દિદાર
દિદાર
આવ્યા છે તહેવાર નવનવા
રાખો તમે દિદાર નવા નવા,
દિલની દુકાન શરુ તો કરો
આવશે ખરીદાર નવા નવા,
કરો ધંધો બંધ, તો દુનિયા
શીખવશે, વેપાર નવા નવા,
માંગો જો મદદ કો' દિવસ
મળશે કલાકાર નવા નવા,
દિલ તોડી ને આવ્યા જાણે
લાગો છો 'સરકાર' નવા નવા.
