ધુમ્મસનો દરિયો
ધુમ્મસનો દરિયો
માનસિકતા ક્યાં બદલાય છે ?
અસ્તિત્વ રોજ ગૂંગળાય છે.
સ્ત્રીનું જીવન જ છે ફૂલછાબ,
રોજ ખીલેને રોજ કરમાય છે.
છે કંટક ઘણા આ જીવન મહીં,
ઝાકળબુંદની જેમજ જીવાય છે.
જરાક ડગલાં શું આગળ વધે,
એતો રોજ અહમમાં ઘવાય છે.
ફિતરતજ એની સર્જન કરવાની,
પણ રોજ જમીનદોસ્ત કરાય છે.
જીવન આખુંય ધખધખેને જો,
એના સ્વપ્ન સમર્પિત કરાય છે.
સમાન છું' કયારેક તો સ્વીકારશે,
રોજ ઘૂંઘટમાં સ્ત્રી ગૂંગળાય છે.
બધી વાતો, બધી પીડા, કળતર,
ઊંડે ઊંડે હૃદયમાં જ ધરબાય છે.
સમસ્યા, ઈચ્છાથી ત્વચા બહેરી,
થઈ લાગણી ક્યાં અનુભવાય છે ?
અંતર મહીં જલતા અગન તણખાં,
ભિતર ઘાવે મલમ ક્યાં લગાવાય છે ?
આ આંખો ભરતી ખારા આંસુથી,
ને રોજ ધૂંધળો ધુમ્મસનો દરિયો છે.
