Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Sunita Mahajan

Abstract

3  

Sunita Mahajan

Abstract

ચુંબકીય ભક્તિ

ચુંબકીય ભક્તિ

1 min
344


ગમતું નથી રે, કાના ગમતું નથી રે

રમતું નથી રે, વ્હાલા તારા ભક્તિમાં મન રમતું નથી રે,


ચુંબકીય આકર્ષણ એવું ખેંચે, રાત ને દિવસ તારા વિચાર આવે,

હવે તારા વિના વ્હાલા ચેન અમને પડતું નથી રે. કાના ગમતું...


શાંતિ ને ધીરજ હું ક્યાં સુધી રાખું ?

હવે ભૂલવા...માંગુ તો યે વ્હાલા તું ભૂલાતો નથી રે. કાના ગમતું...


આધિ ને ઉપાધિમાં મેં આયખું વિતાવ્યું,

થોડુંક હવે બાકી રહ્યું, ત્યારે વ્હાલા મનડું મુંજાયું. કાના ગમતું...


સેવા ને સ્મરણ હવે નિત્ય તારું કરું રે,

હવે ઓચિંતા....કેમ વ્હાલા તારી પ્રીત લાગી રે ? કાના ગમતું...


જિંદગીના વ્યવહાર તો માયાની જાળ છે રે,

હવે ઓચિંતા.....આવી જશે વ્હાલા કાળ રે.

કાના ગમતું...


રહેવું સંસારમાં ને જીવ હવે તારે પાસ છે રે,

હવે દિલડાનું ....દર્દ વ્હાલા સહેવાતું નથી રે.

કાના ગમતું...


ભક્તોનાં પ્યારા હું તો એટલું રે માગું,

જનમો જનમ વ્હાલા તમારો સંગાથ માગું.

કાના ગમતું...


ના જોઈએ મને મોક્ષ રે

ના જોઈએ મને વ્હાલા મુક્તિ...કાના ગમતું...

જોઈએ મને ફકત તમારી ચુંબકીય શક્તિ,

જોઈએ સુનીને ફક્ત વ્હાલા તમારી

ચુંબકીય ભક્તિ.કાના ગમતું.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract