ચોમાસું
ચોમાસું
નભ નઝારો નવનીત મહાલે,
વૃષ્ટિ વરસતી વાદળી વહાલે,
આરંભ્યો અમૃત અષાઢ માસે,
વીજ ઝબકતી અંબર ચોમાસે,
ઢોલ ઢબૂકે ઘન ગગન ગાજે,
પ્રજ્વલિત આભલે સમી સાંજે,
નદી નાળે પૂર પ્રભાવક વહે,
કૂવે સરોવર જળ ભરતા રહે,
મેડક તળાવે ડૂબી ગ્યા તરતા,
શિશુ સ્નાન શાહી નગ્ન ફરતા,
વાવ્યા મોતી ખેતરે દિલથી,
ખીલ્યા ખેડુ મોલ જોઈ લથી,
લીલાછમ બન્યા બીડ શ્રાવણે,
ગામ ગોંદરે ગાવલડી નાવણે,
દુબળા વાદળાં થયા ભાદ્રપદે,
તન ત્રસ્ત આવ્યા રોગ વિપદે,
નભ નજારો નવનીત મહાલે,
ઘર ભણી સમે ઘનશ્યામ હાલે.