છોડવાનું હોય છે
છોડવાનું હોય છે
ધ્રુવ સમ નભ થોભવાનું હોય છે
સ્થાન એવું શોધવાનું હોય છે,
પાન તોરણ બારણે બાંધે બધાં
કામ એનું શોભવાનું હોય છે,
ખીલતા ફૂલોથી ઉપવન શોભતું
આખરે તો તોડવાનું હોય છે,
વ્યોમ ને પૃથ્વી મળે કે ના મળે !
એ બહાનું જોડવાનું હોય છે,
સુખ હંમેશા હશે જીવનમાં, છતાં
દુઃખ મળે ત્યાં ગોતવાનું હોય છે !
બંદગી કર દીપ પેટાવી, બધું
અંતમાં તો છોડવાનું હોય છે.
