STORYMIRROR

Bhavna Bhatt

Abstract Classics

3  

Bhavna Bhatt

Abstract Classics

બંધન ....

બંધન ....

1 min
388



જાગો જાગો જીવરામજી, ત્યાગો ભોગ તમામ,

સાધો સાધો શ્રેય આત્માનું, ત્યાગો બંધન તમામ.


તન, મન, ધન થકી મોહથી, કીધાં જીવના જતન,

ખોયો આ માનવદેહને, રોળ્યુ ધૂળમાં આ રતન.


સ્નેહી સ્વજન સર્વે સ્વાર્થના, સગા તારા તું જાણ,

મારાં મારાં કરી મૂરખા, શાને પાથરતો તું પ્રાણ.


તોડી બંધન બધા દેહના, લેને વૈરાગી વાટ,

જોડી જીવન જગનાથમાં, વસજે હૈયાને હાટ.


ભ્રમમાં ભૂલી ગયો બ્રહ્મને, ભૂલ્યો ભવ ભવનાં ભાન,

સમજી જાને હવે સાનમાં, તોડી બંધન ને ધર ધ્યાન.


ભક્તિ કરો ભલી ભાતથી, મળશે મુક્તિનું ધામ,

મોહના બંધન ત્યાગજો, મળશે કર્મના ફળ તમામ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract