ભૂતકાળના શાળામિત્રો માટે
ભૂતકાળના શાળામિત્રો માટે
હતો ભૂતકાળ ભવ્ય
છે વર્તમાન સોનેરી
હશે ભવિષ્ય ઉત્તમ
હતા ભૂતકાળ માં શ્રેષ્ઠ મિત્ર
પણ વર્તમાન છીએ એકબીજાથી અજાણ,
હતા પહેલાં એકબીજા સાથે
પણ અત્યારે છીએ એકબીજાથી દુર
ભવિષ્ય છે નિયતિમાં
જેના થી છે દરેક અજાણ,
બદલીશ તારી નિયતિ
ને ઉત્તમ ભવિષ્યને બનાવીશું ભવ્ય,
ફરીથી રહીશું એકસાથે
મિત્ર બનીને એકબીજાના,
નિર્ણય તારો છે
જે હશે તે
માન્ય હશે બધાને,
શું પસંદ કરીશ તું
એ પૂર્ણ થયેલ સપનું
જે અત્યાર સુધી જોયું,
કે એ મિત્રોનો સાથ
જે હંમેશા રહ્યા છે તારી સાથે.
મારા ભૂતકાળના સ્કૂલમિત્રો માટે!