તારીફ શિવાયની
તારીફ શિવાયની
1 min
382
લખ્યું છે, તમારા માટે છે
તમારી લેખનકળા અદભૂત,
તમારી રચનાનો દરેક શબ્દ સાક્ષી પૂરે છે
તમારી મહેનતની,
શબ્દો રૂપી અનમોલ મોતીને
લખાણ રૂપી દોરામાં પરોવીને
બનાવો છો માળારૂપી વાર્તા,
જ્ઞાનના દેવ એવા શિવ છે
તમને અત્યંત પ્રિય,
તે વસેલા છે તમારા અંત્ય મન મંદિરમાં,
તમારું જ્ઞાન છે એવું અદભૂત કે
લાગે છે શિવે તમારામાં છે,
શિવ તમને જેટલા પ્રિય છે તેના કરતાં
અનેક ઘણા તમે શિવના પ્રિય બનેલા છો,
નથી તમે જતીન, નથી તમે શિવાય
પણ પરિપૂર્ણ છો તમે શિવમાં.