ઇનાયત કર
ઇનાયત કર


એ ખુદા ઇનાયત કર અમ માનવ પર
અપર્ણ કરું તને મઘમધતું જીવનપુષ્પ મુજ સમું,
એ ખુદા ઇનાયત કર એ તારી ધરતી પર
કરું તને બંદગી રોજ અજવાળે આથમણે,
એ ખુદા ઇનાયત કર એ તારા સંતાનો પર
કરું તને અરજ રહેમની,
એ ખુદા ઇનાયત કર એ સમસ્ત સંસાર પર
દે માફી અમારી ગલતીની,
એ ખુદા ઇનાયત કર
રક્ષા કર અમ જીવોની.