શિવ
શિવ
1 min
1.0K
શરૂઆત થાય છે શિવથી,
અંત પણ થાય છે શિવથી,
શિવ આદિ છે, શિવ જ અંતિમ છે.
શિવ સર્જન કરે છે સૃષ્ટિનું બ્રહ્મરૂપે,
શિવ પાલન કરે છે સૃષ્ટિનું વિષ્ણું રૂપમાં,
શિવ અંત કરે છે સૃષ્ટિનું શંકર રૂપે.
શિવ રૂદ્ર છે, શિવ મહાદેવ છે,
શિવ મહાકાલ છે, શિવ આશુતોષ છે,
શિવ જતીન છે શિવ કલાના દેવ છે.
શિવ નટરાજ છે, શિવ નૃત્યના દેવ છે,
શિવ મહાન નર્તક છે શિવ ભોળાનાથ છે,
શિવ સોમનાથ છે, શિવ વૈધનાથ છે.
શિવ વિશ્વનાથ છે,
શિવ અમરનાથ છે,
શિવ રામેશ્વર છે.