ભાઈબંધ જોઈએ
ભાઈબંધ જોઈએ
ગલી કરતો ભાઈબંધ જોઈએ
હળી કરતો ભાઈબંધ જોઈએ,
જઈએ જો આડા પાટે
ગાળ દેતો ભાઈબંધ જોઈએ,
નામ થવાનું થઈને રહશે
તું તા બોલતો ભાઈબંધ જોઈએ,
પથારીમાં નિરાંતે સૂતો
ફેરવતો ભાઈબંધ જોઈએ,
મોહ,માયા ને મોહનથાળ
વહેંચતો ભાઈબંધ જોઈએ,
તુંય આવીજા મારી સાથે
તારા જેવો ભાઈબંધ જોઈએ,
બોટલ તોડી કરું લવારી
અમથું હસતો ભાઈબંધ જોઈએ,
આમ દુનિયામાં અડધો પડધો
મને પૂરો કરતો ભાઈબંધ જોઈએ,
જ્ઞાન બયાનની વાત જવા દો
તાળી દેતો ભાઈબંધ જોઈએ,
આ શું કર્યું તે ઑ ટોપાં..
ટપલી દેતો ભાઈબંધ જોઈએ,
જગ્યા ખાલી છે ભરતી ચાલુ
દરેકને અહીં ભાઈબંધ જોઈએ.
