ભાઈબહેન
ભાઈબહેન
ભાઈની બહેન લાડકી
ઊચકે ઘણુ વહાલથી,
આંગળી પકડી ચાલતાં,
રડે તો ચૂપ રાખતાં,
સ્કૂલમાં સાથે જતાં,
લેશન સાથે કરતાં,
ધમાલ મસ્તી કરતાં,
સાથે બેસી જમતાં,
સંતા કૂકડી રમતાં,
હંમેશા સાથે રહેતાં,
ઝઘડા ઝઘડી કરતાં,
એકબીજાને મનાવતાં,
જતાં સાસરે બહેના,
છાનામાના રોતાં,
રાખડી માટે વાટ જોતાં,
વહેલી આવજે કહેતાં,
ફોનથી વાતો કરતાં,
સુખદુઃખની વહેંચણી કરતાં,
હળી મળીને હસતાંં,
વળી આંસુ પણ લૂછતાંં,
નિ:સ્વાર્થ, પ્રેમનું બંધન,
ભવોભવ રહે અકબંધ.
