ભાઈ બહેનની જોડી
ભાઈ બહેનની જોડી


ભાઈ બહેન ને અલગ રહેવું એક સજા જેવું હોય છે,
ભાઈ બહેન ને સાથે રહેવું એક મજા જેવું હોય છે,
એ જ ચોકલેટ માટે લડવું એકબીજા સાથે,
ને બીજા સાથે લડવું એકબીજા માટે;
સાથે હોય ત્યારે ટોમ એન્ડ જેરી,
ને અલગ હોય ત્યારે ઢોલુ- ભોલું;
પણ જમતી વખતે એક ડીશમાંથી જમવાની મજા,
ને છૂપાઈ છૂપાઈ ને એકબીજાની ચોકલેટ ખાઈ લેવાની મજા;
એક પણ દિવસ દૂર હોય તો લાગે જાણે ઝગડો કરવાની સજા,
ને સાથે હોય ત્યારે મમ્મીને હેરાન કરવાની મજા;
જોવા મળે આટલું ખાલી ભાઈ-બહેનના પ્રેમમાં,
જાણે કે વાદળી આવી છે આકાશનાં શહેરમાં;
એટલે જ આ ખાસ તહેવાર આવે છે,
જે રક્ષાબંધનના નામથી ઓળખાય છે;
આ અનોખો છે સંબંધ એવો,
કે જેની માટે કવિતા પણ નાની પડી જાય છે.